રાજકોટ: ગોંડલ પાસે કાચી કેરી ભરેલો મીની ટ્રક પલટ્યો
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ લોકડાઉનના સમયમાં હાઇવે સૂમસામ થયા છે, ત્યારે ગણ્યાગાંઠ્યા જ વાહનો પસાર થઈ રહ્યા હોય છે. ગોંડલ નેશનલ હાઇવે પર ઉમવાળા ફાટક પાસે કાચી કેરી ભરેલો મીની ટ્રક પલટી મારી જતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ક્રેનની રાહ જોયા વગર લોકોએ "અપના હાથ જગન્નાથ"નો મંત્ર સાર્થક કરી ટ્રકને ઉભો કર્યો હતો. ટ્રક ઉભો થઇ જતાં અને કેરીની નુકશાની ન થતા ડ્રાયવરે રાહતનો શ્વાસ લઈ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.