Dwarkadhish Temple માં દિવાળી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા - ભારતમાં ધાર્મિક સ્થળો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 17, 2021, 7:02 PM IST

દિવાળીના ( Diwali 2021 ) તહેવારો દરમિયાનની રજાઓ અને કોરોના ગાઈડલાઈન્સમાં ( Corona Guidelines ) છૂટછાટને લઇને ગુજરાતીઓ ( Gujarati ) ઠેરઠેર ફરવા નીકળી પડ્યાં હતાં. ગુજરાતીઓ ધાર્મિક સ્થળોએ દર્શન ( Religious Tourism) કરવા માટે નવા વર્ષમાં અચૂક જાય તેવી પરંપરાને લઇને રાજ્યના તમામ મંદિરો શ્રદ્ધાળુઓથી ઊભરાયાં હતાં. દિવાળી દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ( Dwarkadhish Temple ) પણ 789112 ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યાં હતાં. અગિયારસથી લાભ પાંચમ સુધીમાં દ્વારકાધીશ મંદિરને 57 લાખ 54 હજાર 785 રૂપિયાની આવક પણ થઇ છે. મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.