ગોંડલ APMCમાં મગફળીની ફરી મબલક આવક, 700થી 1100 સુધીની લાગી બોલી - ગોંડલ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક થઇ રહી છે. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં કુલ મગફળીની 90 હજાર ગુણીની આવક થઈ હતી. દોઢ મહિનામાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની કુલ 2,40,085 ક્વિન્ટલ આવક થઇ છે, તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમા મગફળીના ભાવ મણદીઠ રૂપિયા 700થી 1100 સુધી બોલાયા હતા. આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સરકારે ટેકાના ભાવે મગફળીના મણદીઠ ભાવ રૂપિયા 1055 નક્કી કરાયા છે.