જામનગરમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઇ - જામનગર ન્યુઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5502999-thumbnail-3x2-jam.jpg)
જામનગર : સુન્ની દારૂલ કઝા સમિતિના નેજા હેઠળ બેડેશ્વર બ્રિજથી જિલ્લા કલેકટર સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં 10થી વધુ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવકો ઉપસ્થિત રહ્યા હતા. આ મૌન રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માગણીઓ કલેકટર સમક્ષ રજૂ કરી હતી. દેશમાં નાગરિકતા સંશોધન બિલ અમલમાં આવ્યુ છે. ત્યારથી મુસ્લિમ સમાજમાં ભય જોવા મળ્યો છે. જેના કારણે સંવિધાન બચાવો રેલી યોજવામાં આવી હતી. ત્યારે મુસ્લિમ સમાજે સંવિધાન બચાવો રેલી યોજી શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
TAGGED:
jamnagar latest news