પાટણ પોલીસ તંત્ર દ્વારા માસ્ક વિતરણ કરાયું - પાટણ પોલીસ દ્વારા માસ્ક વિતરણ
🎬 Watch Now: Feature Video
પાટણઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા મોઢા પર માસ્ક પહેરવું ફરજીયાત બનાવ્યું છે. માસ્ક વગર ખુલ્લા મોઢે ફરતા લોકો સામે પોલીસ દંડનીય કાર્યવાહી પણ કરી રહી છે. પાટણ શહેર સહિત જીલ્લામાં રોજબરોજ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે પાટણ પોલીસ તંત્ર દ્વારા શહેરના બગવાડા દરવાજા, ગંજીપીર તેમજ સ્લમ વિસ્તારોમાં વાહનચાલકો તેમજ રાહદારીઓને વિનામૂલ્યે માસ્ક આપવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા દરેક વ્યક્તિને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચના પણ આપવામાં આવી હતી અને કામ વગર બહાર ન નીકળવા તાકીદ પણ કરાઈ હતી.