સરકાર વાંચે ગુજરાત અભિયાન ચલાવે છે પણ લાઈબ્રેરી છે ક્યાંઃ મનીષ દોશી - Congress spokesperson Manish Doshi
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્યમાં કથળતી શિક્ષણ વ્યવસ્થા અંગે વાત કરતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, એક તરફ સરકાર વાંચે ગુજરાત જેવા કાર્યક્રમ કરે છે અને બીજી તરફ લાઈબ્રેરી માટે કોઈ સુવિધા કરતી નથી. છેલ્લા 7 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા લાઈબ્રેરી માટે કોઈ ગ્રાન્ટ ફાળવામાં આવી નથી. આમ, સરકારની કહેણી અને કરણીમાં ઘણો તફાવત જોવા મળે છે. જેમ કે, સરકાર એક તરફ ખેલો ગુજરાતની વાત કરે છે. પરંતુ, એવી કેટલીય શાળાઓ છે જેમાં મેદાન જ નથી. આ રીતે વર્ષોથી સરકાર લોકોને ઠગી રહી છે.