Makar Sankranti 2022: કચ્છમાં આ વર્ષે કોરોનાના કારણે ઉત્તરાયણ ફિક્કી જોવા મળી - પતંગના વેપારીઓમાં મંદીનો માહોલ
🎬 Watch Now: Feature Video
કચ્છ: કચ્છમાં આ વર્ષે કોરોના અને સરકારની ગાઇડલાઇનના(Guidelines regarding the landing of government) કારણે ઉત્તરાયણ ફિક્કી જોવા મળી રહી છે, આકાશમાં પણ પતંગોની સંખ્યા ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. દર વર્ષે પતંગ રસીયાઓ હર્ષોલ્લાસથી ઉત્તરાયણમાં પતંગ ચગાવતા હોય છે, પરંતુ લોકો દ્વારા પતંગ ન ચગાવવાના કારણે પતંગ અને ગેસના ફુગ્ગા વેચવા વાળા વેપારીઓમાં મંદીનો માહોલ(downturn in kite trade) જોવા મળી રહ્યો છે.