મહીસાગર LCBએ વિદેશી દારૂ સાથે પોલીસ કૉન્સ્ટેબલ સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા - પોલીસે દારૂ જપ્ત કર્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2020, 3:26 PM IST

મહીસાગરઃ જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશનની હદમાં સાદણીયા મઠ ગામેથી જિલ્લા LCBએ દારૂ ભરેલી કાર સાથે અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ સહિત 2 આરોપીઓને ઝડપી લીધા હતા. મળતી વિગતો અનુસાર જિલ્લા LCB PSIને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની દારૂ ભરેલી કાર ઝાલોદ-સંતરામપુર રસ્તેથી અમદાવાદ તરફ જવાની છે. તે દરમિયાન LCBની ટીમ કંકા ચોકડી પાસે વૉચમાં ઊભી હતી. ત્યારે કાર ચાલક દારૂ ભરેલી ગાડી કડાણા તરફ પૂરઝડપે હંકારી મૂકતા LCB ટીમ દ્વારા ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. LCB ટીમ અને કડાણા પોલીસની ટીમે કડાણા તાલુકાના સાદણિયા મઠ ગામે દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી હતી. કારમાં સવાર બે શખ્સોને નામ પુછતા અલ્પેશ દરજી અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તથા નિતીન ડોડિયા જે દાહોદનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે 1.31 લાખનો દારૂ, 2.50 લાખની કાર, 3 મોબાઇલ સહિત કુલ રૂ. 3.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.