મહીસાગર કલેકટરે જિલ્લા વાસીઓને કોરોના અંગે સાવચેતી રાખવા કરી અપીલ - Mahisagar district collector appeals district residents to take precautions against corona
🎬 Watch Now: Feature Video
મહીસાગર : કલેકટર આર.બી.બારડે નાવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે જિલ્લાની તમામ જનતાને કોરોના વાઇરસના ચેપથી બચવા અપીલ કરી છે. તેમજ તેની તકેદારી માટે શું પગલાં લેવા તે જણાવ્યું છે. કોરોના વાઇરસથી બચવા શું તકેદારી રાખવી તે માટે જરૂરી સૂચન કર્યા છે. જયાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા ખાસ જણાવ્યું છે. તેમજ જાહેર જનતાને બે કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા ન થવુ અને દરેકે પોતાના ઘરમાં રહેવા કલેકટરે અપીલ કરી છે.