મહા શિવરાત્રી મેળો: જૂનાગઢની ભવનાથ તળેટીમાં માનવ મહેરામણ ઉમટ્યું - શિવભક્તો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: મહા શિવરાત્રી મેળાને લઈને ભવનાથમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મહા શિવરાત્રી નિમિત્તે લાખોની સંખ્યામાં શિવભક્તો ભોળાનાથના દર્શન કરી પોતાની જાતને પાવન કરશે. મહા શિવરાત્રીની રાત્રે નાગા સંન્યાસીઓ દ્વારા કરવામાં આવતા હવેલીના દર્શન આ મેળામાં આકર્ષણ કેન્દ્ર રહે છે.