ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે કેરી, ઘઉં ચણાના પાકને નુકસાન - loss of farmers
🎬 Watch Now: Feature Video
સુરત: કોરોના વાઈરસને લઈને સંપૂર્ણ દેશ લોકડાઉન છે. ત્યારે ગુજરાતમાં પડ્યા પર પાટું હોય તેમ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને આ કમોસમી વરસાદના કારણે કેરી, ઘઉં, ચણા સહિતના પાકને નુકસાન પહોચ્યું હતું, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા તમામ ખેડૂતોનો સર્વે કરી તમામને નુકસાનનું વળતર ચૂકવવા માંગ કરી છે.