રાજકોટ : ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની વહેંચવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી - latest news in Dhoraji
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળી સાચવવા માટે જગ્યા ઓછી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં ટેકાના ભાવની 81, 700 મગફળીની ગુણીની આવક થઈ છે. વરસાદી માવઠાને કારણે ત્રણ દિવસ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ કરવામાં આવી હતી. આજે ફરી માર્કેટિંગ યાર્ડ માં ખરીદી શરૂ કરતાં ધોરાજી અને તાલુકાના 150 ખેડૂતોને મગફળી લઈને આવવા માટે મેસેજ કરવામાં આવેલ હતા.
Last Updated : Dec 14, 2020, 6:32 PM IST