ભરૂચ RTO કચેરી પર લોકોની લાંબી લાઈન - ટ્રાફિક નિયમોની અમલવારી
🎬 Watch Now: Feature Video

ભરૂચ: :નવા ટ્રાફિક નિયમોની અમલવારીથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે ભરૂચ આર.ટી.ઓ.પર લાયસન્સ અને HSRP નંબરપ્લેટ લગાવવા વાહન ચાલકોની લાંબી લાઈન લાગી હતી. એકતરફ પોલીસે ઠેર ઠેર ચેકિંગ પણ શરુ કરી દીધું છે ત્યારે નવા ટ્રાફિક નિયમોમાં સૂચિત તોતિંગ દંડનાં કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને અત્યાર સુધી બેફિકરાઈપૂર્વક રહેલા વાહન ચાલકો હવે ટ્રાફિક નિયમોના પાલન માટે દોડધામ કરી રહ્યા છે.