લોકરક્ષકે કરફ્યૂનો ભંગ કરી મિત્રના બર્થ ડેની કરી ઉજવણી, વીડિયો વાયરલ - celebrates-a-friends-birthday
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ છાણી સપ્તપદી પાર્ટી પ્લોટની બહાર મોડીરાત્રે કરફ્યૂના માહોલ વચ્ચે ભારે આતશબાજી થતાં આસપાસના લોકો જાગી ગયા હતા. લગ્નના વરઘોડા તથા સરઘસો પર પ્રતિબંધ હોવા છતાં કોણે ફટાકડા ફોડ્યા તેની લોકોએ તપાસ કરતાં કેટલાક શખસો પાંચથી વધુ કેક ટેબલ પર મુકી બર્થ ડેની ઉજવણી કરતાં નજરે પડ્યાં હતા. કરફ્યૂનો ભંગ કરી જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરવામાં છાણી પોલીસ મથકના લોકરક્ષક હરદીપસિંહની ભૂમિકા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વીડિયો વાઈરલ થયા બાદ હરદિપસિંહ વિરુદ્ધ છાણી PI આર.એસ. ડોડિયાએ તપાસ શરૂ કરી છે.