ભાવનગરમાં અંદાજિત 23 રાઉન્ડમાં યોજાશે મતગણતરી
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ ભાવનગર લોકસભા બેઠકની મત ગણતરી 23મે ના રોજ થવાની છે. ત્યારે ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાવનગર ઈજનેરી કોલેજ ખાતે તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. તો પોલીસ અને સેનાના જવાનોથી મત ગણતરી સેન્ટર છવાઈ ગયું છે. મત ગણતરીમાં વધુમાં વધુ 23 રાઉન્ડ અને ઓછામાં ઓછા 18 રાઉન્ડ ગોઠવવામાં આવ્યા છે. મત ગણતરી 7 વિધાનસભા પ્રમાણે કરવામાં આવશે. જેમાં 14 ટેબલો ગોઠવાયા છે. પ્રથમ ઈવીએમ ગણતરીએ અને બાદમાં વીવીપેટની ગણતરી કરાશે. ક્ષતિ પામેલા ઈવીએમની ગણતરી અંતમાં વીવીપેટના આધારે કરવામાં આવશે. કલેકટર દ્વારા ઇજનેરી કોલેજ તરફ આવતા રસ્તાઓ આજે બંધ કરી દેવામાં આવશે, જેને પગલે જાહેરનામું પણ જાહેર કરવામાં આવ્યું છે. મતગણતરી સેન્ટરમાં મીડિયા રૂમ સિવાય ફોન લઇ જવા પર પ્રતિબંધ છે તો મત ગણતરી સેન્ટર સુધી મીડિયાને પણ ફોન લઇ જવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે.