આવાસ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો - વડોદરાના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના વાડી વિસ્તારમાં આવેલી ઈદગાહ મેદાન તરીકે ઓળખાતા મેદાનમાં પોલીસ વિભાગ દ્વારા આવાસ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. વાડી ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઇન્દિરા મેદાનનો ઉપયોગ આસપાસના યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે કરે છે. ગ્રાઉન્ડમાં અચાનક પોલીસ આવાસ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ માટે આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવા માટે બાંધકામનો સામાન તેમજ બોર્ડ લગાવી દેતાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મેદાન અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, ચાર દરવાજા વિસ્તારમાં ખૂબ ઓછી સંખ્યામાં મેદાનો બચ્યા છે. જો અહીં આવાસ બનશે તો અનેક બાળકોનું બાળપણ છીનવાઈ તેવું બની શકે છે.