પાટણમાં ઝરમર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - gujarati news
🎬 Watch Now: Feature Video
પાટણઃ ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી છે. પાટણ સહિત સમગ્ર પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવતા ધીમીધારે ઝરમર વરસાદનું આગમન થયું હતું. મંગળવાર સવારથી જ ઝરમરીયો વરસાદ શરૂ થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. જેથી વરસાદને પગલે ખેડૂતોમાં અનેરી ખુશી સાથે જોવા મળી છે અને સારો વરસાદ થશે તેવી આશા બંધાઈ છે. શહેરીજનો પણ મેઘરાજાને હેતથી વધાવી ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.