જામનગરમાં LED લાઈટ મૂદે વિરોધપક્ષનો હલ્લાબોલ - municipal office jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર : મનપામાં વિરોધપક્ષ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિરોધપક્ષના કોર્પોરેટરો અને પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખીલજી દ્વારા મનપામાં લાઇટ શાખાની કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નગરસીમ વિસ્તારોમાં LED લાઇટની સમસ્યાને લઈને અનેક રજુઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવતા વિરોધ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનાબ ખફીએ પણ કમિશનર ઓફિસની બહાર ધરણા યોજી અને LED લાઇટ લગાવવાની માગ કરી હતી. મનપાના કમિશ્નર જણાવ્યાં અનુસાર, LED લાઈટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને થોડા સમયમાં નગરસીમ વિસ્તારમાં LED લાઈટ લગાવવામાં આવશે.