Lawyers protest in Gandhinagar : ગાંધીનગર કોર્ટમાં સંકુલની અંદર વકીલોને પ્રવેશ ન અપાતાં ઉગ્ર વિરોધ - વકીલો દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ ફિઝિકલ કોર્ટ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર કોર્ટમાં સંકુલની અંદર જે વકીલો પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેમને પણ સંકુલની અંદર પ્રવેશ ન અપાતા વકીલ એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વકીલોના આગેવાનો દ્વારા ગાંધીનગર કોર્ટના મુખ્ય ન્યાયાધીશને આવેદનપત્ર આપીને વકીલોને કોર્ટની સંકુલની અંદર બેસવાની પરવાનગી આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં પરવાનગી આપવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
Last Updated : Jan 13, 2022, 6:03 PM IST