સેમ્પલ સર્વે સહાય ચૂકવણીમાં એક ડઝનથી વધુ ખેડૂતો સહાયથી વંચિત - lakhtar farmers crop insurance issues
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: ગત ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયા બાદ ખેતીને ઘણુ નુકસાન પહોંચ્યુ છે, ત્યારે આ પંથકના એક ડઝનથી વધુ ગામોના ખેડૂતોને સરકાર દ્વારા કરવામાં આવેલ સેમ્પલ સર્વે સહાય ચુકવણી બાબતે અન્યાય થઈ રહ્યો હોવાની ખેડૂત વર્ગમાંથી બુમરાણ ઉઠી છે. આ મામલે સહાયથી વંચિત રહેલા લખતર ગામના ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી કચેરીએ અધિકારીની ચેમ્બરમાં ધસી જઈ કચેરીમાં નીચે બેસી ગયા હતા અને ખેતી સહાયના અન્યાય બાબતે રજૂઆત કરી હતી.