સોમનાથ નજીક આવેલ સાગર દર્શન ભવનના નવીનીકરણ દરમિયાન દિવાલ ધસી પડતા યુવાનનું મોત - સાગર દર્શન ભવન
🎬 Watch Now: Feature Video
સોમનાથઃ નજીક અંબાણી પરિવાર દ્વારા સોમનાથ ટ્રસ્ટને સમર્પિત કરાયેલ સાગર દર્શન અતિથિગૃહમાં નવીનીકરણ દરમિયાન એક શ્રમિકનું દીવાલ ઘસી પડતા મોત થયું હતું. સાગરદર્શન ભવનમાં નીચેના વિભાગમાં સમારકાર ચાલી રહ્યું હતું, જે દરમિયાન નરેન્દ્ર જાદવ નામના શ્રમિક ઉપર દીવાલ ઘસી પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા વેરાવળ હોસ્પિટલમાં ખસેડાયેલ પણ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવેલ. ત્યારે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અનુસાર શ્રમિક ના મૃત્યુ માટે તપાસ કરવામાં આવશે.