ખેડા LCBએ રિક્ષામાં પ્રવાસીને લૂંટી લેતા 3 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા - Kheda LCB robbed a passenger in a rickshaw
🎬 Watch Now: Feature Video
ખેડા : નડિયાદના મિલ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ખેડા LCB સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે નંબર પ્લેટ વગરની નવી બાઈક તથા CNG રિક્ષાને રોકી 3 ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઈસમો વાહનોના કોઈ આધાર પૂરાવા રજૂ નહીં કરી શકતા તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ત્રણેય આરોપીઓ રિક્ષામાં પ્રવાસીઓને બેસાડી તેમની નજર ચૂકવી ઘરેણાં, રોકડ સહિતની વસ્તુઓની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીઓ પાસેથી ચોરીની રિક્ષા, બાઈક તેમજ મોબાઇલ સહિતના 1.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી LCBએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ છેલ્લા બે માસમાં આણંદ, વાસદ, વડોદરા, રાજકોટ શહેર, અમદાવાદ શહેર સહિતના સ્થળેથી મળી કુલ 8 સ્થળોએ રિક્ષામાં પ્રવાસીઓને બેસાડી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.