જૂનાગઢ જિલ્લાના કેશોદની બજારોમાં ખારેકનું આગમન - ખારેક
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ચોમાસાની શરૂઆત થતા ખારેકનું બજારમાં આગમન થાય છે, હાલમાં શહેરમાં ઠેરઠેર ફ્રૂટની દુકાનો તથા લારીઓમાં ખારેક જોવા મળી રહી છે, કચ્છ અને ઈજારાયલના નામે સુપ્રસિદ્ધ ખારેક બજારોમાં વેંચાય છે. જે ખારેક વધુ પડતી કચ્છ અને રેતીયાણ વિસ્તારમાં વધુ ખેતી થાય છે, ત્યારે સોરઠની ધરતીમાં પણ અનેક જગ્યાએ ખેડુતો ખારેકની ખેતી તરફ આગળ વધી રહયા છે અને તેમા સફળતા પણ મેળવી ઓછા ખર્ચે સારૂ વળતર મેળવી રહ્યા છે. ખારેકમાં વિટામીન એ કે બી કેલ્શિયમ મેગનેશીયમ મેંગેનીઝ પોટેશિયમ સલ્ફર આયર્ન કોપર સહીતના પ્રોટીનથી ભરપુર હોવાથી શરીરમાં અનેક રીતે ફાયદાકારક છે, હાલમાં બજારોમાં ખારેકનુ આગમન થયુ છે, જોકે હજુ ખરીદીમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળે છે, પચ્ચાસથી સાંઈઠ રૂપીયા પ્રતીકિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે.