કેશોદના ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાયા - online shopping
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કોરોના મહામારીના પગલે ઓનલાઈન ખરીદીનો વ્યાપ વધી રહ્યો છે. તેની સાથે ઓનલાઈન ખરીદીમાં થતાં છેતરપીંડીના કેસ પણ વધી રહ્યાં છે. લોકો ઓનલાઈન ખરીદીનો આગ્રહ રાખતાં ઓછી કિંમત અને ઓનલાઈન કંપનીઓની લોભામણી જાહેરાતોથી અંજાઈ ઓનલાઈન ખરીદીમાં છેતરાઈ રહયા છે. ઓનલાઈન ખરીદીમાં મોટા ભાગની પ્રોડકશનમાં ગેરંટી વોરંટી આપવામાં આવતી ન હોય અથવા ટેકનીકલ ખામીવાળી ચીજ વસ્તુઓ રિપ્લેસ ન કરવાની પણ ઘટના બને છે. તાજેતરમાં બે ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલ ચાર્જ માટેની પાવરબેંકની ઓનલાઈન ખરીદી કરી પણ તેનાથી મોબાઈલ યોગ્ય ચાર્જ ન થતાં રીપેરીંગ માટે મોકલતા જાણવા મળ્યું હતું કે, વજન વધારવા માટે અંદર લોખંડની પ્લેટ અને જૂના મોબાઈલની ખરાબ બેટરી જોવા મળી હતી. જ્યારે અન્ય ગ્રાહકની પાવર બેંક ખોલતાં અંદર કેમીકલ અને માટી જેવું વજનદાર પદાર્થ જોવા મળ્યો હતો.આમ, એક તરફ વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યાં છે, તો બીજી તરફ ઓનલાઈ ઠગાઈ વધી રહી છે.