કરજણ પેટા ચૂંટણી: કોંગ્રેસના વિજય સંકલ્પ સંમેલનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે વ્યક્ત કર્યો વિજયનો આશાવાદ - Gujarat Legislative Assembly
🎬 Watch Now: Feature Video
કરજણ/વડોદરા: કરજણ વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને લઈને કંડારી ગામમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં સુદ્ધાર્થ પટેલે કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીસિંહ જાડેજાને જંગી બહુમતી સાથે જીતાડવાના સંકલ્પ સાથે લોકોને સંબોધન કર્યું હતું. સિદ્ધાર્થ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભાજપે જે વચનો આપ્યા હતા તે પૂર્ણ નથી થયા. જો આપણે સૌ ભેગા મળી અવાજ નહીં ઉઠાવીએ તો આવનારો સમય ખૂબ કપરો આવવાનો છે. તેઓએ પક્ષ પલટો કરનારા અક્ષય પટેલને પણ આડે હાથે લીધા હતા.