કરજણ પેટા ચૂંટણી: મુળ નિવાસી એકતા મંચ તરફથી અપક્ષ ઉમેદવારની રેલી /સભા બાદ ઉમેદવારી પત્ર ભરાયું - Rally of independent candidate from Ekta Manch
🎬 Watch Now: Feature Video
વડોદરા: કોરોનાની પરિસ્થિતિને લઇને આ વખતે નીતિ નિયમોનું પાલન કરવાનું હોવાથી ચૂંટણી અનોખી બની રહેશે. કરજણ પ્રાંત ઓફિસ ખાતે શુક્રવારે રોજ અપક્ષ ઉમેદવાર નરેશભાઈ વણકર મુળ નિવાસી એકતા મંચના અગ્રણીઓ તથા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે કરજણ નજીક આવેલા ૐ શાંતિ બાગ ખાતે અપક્ષ ઉમેદવારે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. જેમાં રેલી કાઢીને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફલહાર વિધિ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, રાજુભાઈ, અનિલભાઈ ,રસીકભાઈ , કરજણ તાલુકાના સરપંચ તથા સમાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.