દ્વારકાથી નીકળેલી સુવર્ણ કળશ યાત્રાનુ જૂનાગઢમાં આગમન - suvarna kalas yatra
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ દ્વારકાથી નીકળેલી સુવર્ણ કળશ યાત્રા આજે જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી. જૂનાગઢમાં યાત્રાનુ ભારે ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું. ભગવાન શ્રી કૃષ્ણની કર્મ ભૂમિથી લઇને કૃષ્ણની મર્મભૂમિ તરીકે જાણીતા ભાલકા તીર્થ ક્ષેત્રમાં યાત્રા આવતીકાલે સમાપન થશે. યાત્રામાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં આહીર સમાજના લોકો જોડાયા હતા. યાત્રામાં આહિર સમાજના હજારો લોકોએ જોડાઇને યાત્રાને સફળ બનાવી હતી.