કાંકરીયા કાર્નિવલના ત્રીજા દિવસે જીગરદાન ગઢવીએ મચાવી ધૂમ - જીગરદાન ગઢવી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: કાંકરિયા કાર્નિવલના ત્રીજા દિવસે જીગરદાન ગઢવીએ લોકોને પોતાની તાલ પર ઝુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કાર્નિવલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, કાંકરિયા તળાવ ફરતે ખાસ પ્રકારની 300 LED લાઇટ નાખવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ નીચે શરૂઆત થઇ છે, તેમાં આતશબાજીથી લઈને અવનવી રોશની અને લેસર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, ત્યારે જીગરદાન ગઢવીએ 'વાલમ આવો ને' સહિતના ગુજરાતી ગીતો તથા બોલીવુડના ગીતો ગઈને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું અને હજારોની સંખ્યામાં લોકો આ શો જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા.