રાપર વકીલ હત્યાકાંડઃ જામનગર સેડ્યુલ કાસ્ટ વકીલ એસોસિએશનની માગ, આરોપીને આપો ફાંસી - જામનગર સેડ્યુલ કાસ્ટ વકીલ એસોસિએશન
🎬 Watch Now: Feature Video
જામનગરઃ રાપરમાં થયેલી વકીલની હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે મંગળવારે જામનગરના સેડ્યુલ કાસ્ટ વકીલ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં હત્યારાઓને ફાંસીએ લટકાવવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત સેડ્યુલ કાસ્ટ વકીલ એસોસિએશને વકીલો પર થતા હુમલાઓ અટકાવવા માટે વકીલ એક્ટ બનાવવાની માગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાપરમાં વકીલની હત્યા કરનારા મુખ્ય આરોપીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે.