જામનગર : હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક, યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર - Hapa Market Yard
🎬 Watch Now: Feature Video
જામનગર: સરકારે દ્વારા 26 ઓક્ટોબરના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે હાપા માર્કેટ યાર્ડમાં પણ મગફળીની મબલક આવક થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં વાહનો આવી જતા માર્કેટ યાર્ડ બહાર વાહનોની 1 kM લાંબી લાઈન લાગી હતી. હાપા માર્કેટ યાર્ડમાં હવે રોજ 8થી 10 હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે. જેમાં શનિવારે ખેડૂતોને મણદીઠ રૂપિયા 1450ના ભાવ મળ્યા હતા. જે કારણે રવિવારે પણ સારા ભાવ મળશે તેવી આશા છે.