જામનગરમાં માલધારી સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર - jamnagar latest news
🎬 Watch Now: Feature Video
જામનગર :રાજ્યમાં લેવાયલ લોકરક્ષકની ભરતીમાં માલધારી સમાજના 100 જેટલા યુવકોને મેરીટમાં હોવા છતાં પણ ભરતીમાં ન લેવામાં આવતા સમગ્ર રાજ્યના માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે ચારણ, ભરવાડ, રબારી સહિત સમાજના આગેવાનોએ જામનગર જિલ્લા કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ખાસ કરીને માલધારી સમાજને અત્યાર સુધી ST તરીકે બંધારણીય લાભ મળતા તે પણ હવે બંધ થઇ ગયા છે. ખાસ કરીને નેસડામાં વસવાટ કરતાં માલધારીઓને મળતા વિવિધ લાભો બંધ થઈ જતાં તેઓની હાલત હાલત કફોડી બની ગઇ છે.