બનાસકાંઠાઃ ઘોડાસર ગામમાં પ્રેમિકાને મળવાનું ભારે પડ્યું, લોકોએ પ્રેમીનું કર્યું મુંડન - tharad latest news
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: આજના આ યુગમાં રોજબરોજ પ્રેમી પંખીડાંની ઘટનાઓ સામે આવે છે, ત્યારે થરાદ તાલુકાના ઘોડાસર ગામમાં એક પ્રેમીને પોતાની પ્રેમિકાને મળવું ભારે પડી ગયું હતું. આ સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો થરાદ શહેરમાં રહેતો એક પ્રેમી થરાદ તાલુકાના ઘોડાસર ગામે રહેતી પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયો હતો, પરંતુ અવાર-નવાર આ પ્રેમી મળવા આવતો હોવાની વાત ઘોડાસર ગામના લોકોને થતાં સ્થાનિક મંગળવારે મડી રાત્રીએ ઘોડાસરના લોકોએ યુવતીના ઘર આગળ વોચ ગોઠવી હતી. જે દરમિયાન થરાદનો યુવક પોતાની પ્રેમિકાને મળવા ગયો, ત્યારે સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. જેથી સ્થાનિક લોકોએ પ્રેમી યુવકનું મુંડન કર્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.