સતલાસણા આર્ટ્સ કોલેજના નવનિર્માણ પામનાર ઓડિટોરિયમનું નિતીન પટેલના હસ્તે ખાતમુહૂર્ત
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ જિલ્લાના છેવાડાનો વિસ્તાર સતલાસણા તાલુકો પછાત રહ્યો છે, પરંતુ વિકાસની ગતિએ હવે આ તાલુકાની પણ વાટ પકડી છે. જેમાં સતલાસણાના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે ઓડિટોરિયમ નિર્માણ માટે રવિવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે પ્રજાપતિ આર્ટ્સ કોલેજ ખાતે ભૂમિપૂજન કરી તક્તિનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સતલાસણા જેવા ગઢવાળા વિસ્તારના વિદ્યાર્થીઓને હવે પોતાના નગર આંગણે જ અદ્યતન વિદ્યાસંકુલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે, નવીન ઓડિટોરિયમના અદ્યતન ક્લાસરૂમના શિલાન્યાસ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન સંહિતના મહાનુભાવો અને સ્થાનિકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.
Last Updated : Aug 4, 2019, 8:00 PM IST