વિજાપુર માર્કેટયાર્ડમાં મગફળીની પ્રતિદિન 14000 મણની આવક
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લામાં ખેફુતોને ચાલુ સીઝનમાં સારી ઉપજ મળતા હાલમાં મગફળીના પાકની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. કૃષિપ્રધાન મહેસાણા જિલ્લામાં આવેલ વિજાપુર શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે હાલ મગફળીની સીઝનમાં રોજ બરોજની 14000 મણ જેટલી મગફળીની આવક નોંધાઇ રહી છે. એક તરફ સરકાર પણ ટેકાના ભાવે ખેડૂતોના વિવિધ પાકની ખરીદી કરી રહી છે સામે હવે ખેતીવાડી બજાર વિજપુરમાં પણ ખેડીતોને મગફળીના પાક પ્રમાણે 850 જેટલા ભાવ આપવામાં આવી રહ્યા છે. આમ ખેડૂતો માટે હાલમાં મગફળીના મબલક ઉત્પાદન સામે વિજાપુર APMCમાં રોકડીયો વેપાર થતાં પોતાના માલનો યોગ્ય વેપાર સારી રીતે કરી રહ્યા છે.