જામનગરમાં કમિશનરના સિક્યુરિટી ગાર્ડે કમિશનરના બંગલા બહાર બનાવી ગેરકાયદેસર ઓરડી - Jamnagar NEWS
🎬 Watch Now: Feature Video
જામનગરઃ મહાનગરપાલિકાના કમિશનરના સિક્યુરિટી ગાર્ડે જાહેર માર્ગ પર કોઈ પણ જાતના પ્લાન નકશા કે પૂર્વ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર ચણતર કામ કરી જાહેર માર્ગ ઉપર દબાણ કર્યુ છે. જેના પગલે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જો 10 દિવસમાં ઓરડીનું બાંધકામ તોડી પાડવા નહીં આવે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાશે.