દ્વારકામાં ભાજપનો ભગવો લહેરાયો - ગુજરાતના સમાચાર
🎬 Watch Now: Feature Video
દ્વારકાઃ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગત ટર્મમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. જ્યારે ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં સફળતા મળી છે. જિલ્લામાં સામાન્ય ચૂંટણીમાં દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી હતી અને ભાજપનો ભગવો જિલ્લા પંચાયતમાં લહેરાયો હતો અને ભાજપના કાર્યકરો તથા લોકોએ વિજેતા ઉમેદવારનું સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો હતો. જિલ્લામાં કુલ 22 બેઠક પૈકી ભારતીય જનતા પાર્ટીને 12 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 10 બેઠક મળી હતી.