દાહોદમાં ધારાસભ્યો, માજી મંત્રી અને ઉમેદવારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું
દાહોદઃ લોકસભા ચૂંટણી માટે સવારથી મતદાન કરવા માટે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોની લાંબી કતારો વચ્ચે જિલ્લાના ધારાસભ્યો, માજી મંત્રી અને ઉમેદવારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું . દિવસ દરમિયાન નવા મતદારો તેમજ વૃદ્ધ મતદારો પણ મતદાન કરવાનું ચૂક્યા ન હતા.