દ્વારકા-જામનગર ફોરલેન હાઇવેની કામગીરી માટે નડતર રૂપ મકાનો તોડી પડાયા - દ્વારકા સમાચાર
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે દ્વારકા-જામનગર હાઇવે પર ફોર લેનના કામમાં નડતરરૂપ મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. અગાઉ નોટિસ અપાઈ હતી અને રહેવાસીઓને નજીવી રકમનો ચેક પણ આપી દેવામાં આવ્યો છે. જ્યારે કેટલાક લોકોને રકમ ન મળતા તેઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. ગરીબ લોકોના મકાનો તૂટતા તેઓ બેઘર બન્યા હતા અને નજીવી રકમ મળી હોવાના કારણે લોકોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ખંભાળીયા હાઇવે પર તંત્ર દ્વારા અચાનક ડીમોલેશનની કામગીરી કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. એક તરફ સરકાર લોકોને ઘરનું ઘર આપવા મક્કમ છે ત્યારે બીજી તરફ ખંભાળીયા ખાતે દ્વારકા-જામનગર હાઈવે ફોર લેન બનાવવા માટે નડતર રૂપ થતા મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં તદુપરાંત તેમને નજીવી રકમ ચૂકવાતા લોકો નોંધારા બની ગયા છે અને યોગ્ય વળતર ચૂકવવા સરકારને અપીલ કરી હતી.