સુરતમાં ફીણથી હોળી ઉજવાઇ, ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા - સુરતના સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત: આજે દેશભરમાં રંગોના તહેવાર ધૂળેટીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ ખાસ કરીને યંગસ્ટર્સમાં આ તહેવારને લઇને અનેરો ઉત્સાહ જોવા મળે છે. સુરતના પાલ વિસ્તારમાં જૈન સમાજના 'નક્ષત્ર ગ્રૂપ' દ્વારા ફીણથી હોળી ઉજવવામાં આવી હતી. યુવક-યુવતીઓએ મન મૂકીને ધૂળેટીની મજા માણી હતી. ધૂળેટીની ઉજવણીમાં નેચરલ કલર અને ફીણની સાથે લોકો ડીજેના તાલે ઝુમી ઉઠ્યાં હતા.