જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓએ કર્યું વૃક્ષારોપણ - પર્યાવરણ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તેને લઈને વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન અને તેના સિંચન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે શપથ ગ્રહણ કર્યા હતા. પર્યાવરણને બચાવવા અને તેના જતન માટે શુક્રવારે જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. દિન પ્રતિદિન પર્યાવરણ ખરાબ થઇ રહ્યું છે તેમજ દરરોજ વૃક્ષઓનું છેદન પણ થઇ રહ્યું છે જેની માઠી અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે ત્યારે પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ પર્યાવરણને લઈને લોકો વધુ સચેત બની તેને લઈને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓ સામે આવીને વૃક્ષારોપણ કર્યું હતું અને સામાન્ય લોકોને સંદેશો આપવાનો પ્રયાશ કર્યો હતો કે, પર્યાવરણને બચાવવાની દરેક જન માણસની ફરજ છે જો કોઈ પણ વ્યક્તિ તેની આ ફરજોમાંથી ચુકી જશે તો સમગ્ર વિશ્વ પર્યાવરણની ગંભીર સમસ્યાથી ઘેરાઈ જશે જેનાથી બચવા માટે સૌ કોઈએ વૃક્ષનું વાવેતર કરીને તેનું જતન કરવાની જવાબદારીઓ નિભાવવી પડશે.