અંકલેશ્વરમાં 5 ઇંચ વરસાદ, સર્વત્ર વિસ્તાર જળબંબાકાર - વરસાદ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વરમાં સવારથી બપોર સુધી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. ત્યારે અંકલેશ્વરમાં આકાશમાંથી વરસેલા વરસાદે જન જીવનને મોટા પાયે પ્રભાવિત કરી દીધું હતું. અંકલેશ્વરમાં 5 ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલી જલધારા ચોકડી, જલારામ મંદિર, કડકીયા કોલેજ, ભાંગવાડ વિસ્તાર, પીરામણ ગામ નજીકથી પસાર થતી આમલાખાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.