ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ - Bhavnagar Latest News
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લામાં ગુરૂવારે બપોરે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના તળાજા તાલુકાના કેટલાક ગામડાઓમાં તેમજ જેસર તાલુકામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેને પગલે લોકોને ગરમીથી તેમજ બફારાથી મહદઅંશે રાહત મળી હતી. પરંતુ કિસાનો પર અણધારી આફત જેવો આ વરસાદ જણાયો હતો. જો કે, જિલ્લાના અંતરીયાળ ગામડાઓ તેમજ બે તાલુકાઓને બાદ કરતાં અન્યત્ર કોઈ પણ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. જિલ્લામાં પુનઃ મેંઘરાજાએ દસ્તક દેતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.