વિરામ બાદ અરવલ્લીમાં મેઘરાજાની પધરામણી - heavy rainfall
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં બુધવારની સમી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા નગર સહિત અરવલ્લી જિલ્લામાં બુધવારે સાંજના સમયે અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની સવારી પહોંચી હતી. મોડાસા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અસહ્ય વાતાવરણથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જિલ્લાવાસીઓ એ મેઘમહેરથી ઠંડક પ્રસરતા હાશકારો અનુભવ્યો હતો. જિલ્લાના માલપુર,ભિલોડા,શામળાજી તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં નોંધ પાત્ર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી.