અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદના પગલે માર્ગોનું ધોવાણ - rain in ankleshwar
🎬 Watch Now: Feature Video
ભરૂચ: અંકલેશ્વર શહેરમાં ખાબકેલા ભારે વરસાદને પગલે જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. અંક્લેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા ONGC કોલોનીના ગેટ પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થતા મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઇ રહી છે. તંત્ર દ્વારા ત્વરિત પાણીનો નિકાલ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.