પોરબંદરમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ - પોરબંદર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદે માઝા મૂકી હતી. પોરબંદર જિલ્લામાં રવિવારે બપોરથી વરસાદે અનરાધાર વરસવાનું શરૂ કર્યું હતું. કુતિયાણામાં 19 મીમી, પોરબંદરમાં 16મીમી તથા રાણાવાવમાં 14 મીમી વરસાદ વરસ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. સતત વરસાદના કારણે એક તરફ પોરબંદર જિલ્લાના ઘેડ અને બરડા પંથકમાં તારાજી સર્જાઈ છે. ખેતરોનું ધોવાણ થયું છે અને પાકને પણ નુકસાન થયું છે, ત્યારે ફરીથી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બરડા પંથકમાં આવેલા વર્તુ-2 ડેમના 4 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. નીચાંણવાળા વિસ્તારોમાં લોકોને ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.