જામનગર જળબંબાકાર: ઠેરઠેર પાણી ભરાયા, NDRFની ટીમ રવાના - જામનગર જળબંબાકાર
🎬 Watch Now: Feature Video
જામનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદના કારણે જામનગર જળબંબાકાર થઈ ગયું છે. જામનગર જિલ્લાના અનેક ગામો જળમગ્ન થઈ જતા મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. જેમને રેસ્ક્યૂ કરવા માટે એરફોર્સ, SDRF તેમજ ફાયર બ્રિગેડની ટીમો વહેલી સવારથી કામ કરી રહી છે. ત્યારે બપોરે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે NDRFની ટીમને પણ મોકલવામાં આવી છે.