thumbnail

By

Published : Nov 15, 2019, 2:44 PM IST

ETV Bharat / Videos

જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં વરસાદ ખાબકતા મગફળીને નુકસાન

જામનગર: શહેરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં વરસાદ ખાબકતા મગફળી પલળી ગઈ છે. જેથી મગફળી પલળી જતા યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, હાપા માર્કેટિંગ યાર્ડમાં 1500 થી વધુ મગફળી ગુણીઓ પાણીમાં પલળી ગઈ છે. જામનગરમાં ગઈકાલ સાંજે એકાએક વરસાદ ખાબકતા માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી મગફળીનો જથ્થો પલળી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદે મગફળી એરંડા કપાસના પાકને ભારે નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.