ગોધરા ખાતે દિવ્યાંગો માટે ખાસ ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન
🎬 Watch Now: Feature Video
ગોધરાઃ યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર જિલ્લા વહીવટી વિભાગ પંચમહાલ તેમજ રમત ગમત અધિકારી ગોધરા અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સહયોગથી છેલ્લા સાત વર્ષથી દિવ્યાંગો માટેના સ્પેશિયલ મહાકુંભનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. મંગળવારના રોજ ગોધરા ખાતે આવેલા કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે દિવ્યાગો માટેના સ્પેશિયલ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અમિત અરોરા દ્રારા દિવ્યાંગ માટેના આ ખેલમહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બે દિવસ ચાલનારા ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ અસ્થિવિષયક તેમજ મૂક બધિર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આ ખેલ મહાકુંભમાં લાંબી કૂદ ગોળાફેક,ચક્ર ફેક તેમજ ટ્રાઇસિકલ વ્હિલચેર રેસ તેમજ 200 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું છે.