સાબરકાંઠામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર, ઘઉંનો પાક નિષ્ફળ જવાની ભીતિ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા : ખેડબ્રહ્મા અને વડાલી વિસ્તારમાં વરસાદ પડતા જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, ત્યારે વડાલીમાં 6 મી.મી તેમજ ખેડબ્રહ્મામાં 5 મી.મી વરસાદ નોંધાતા ઘઉં, જીરું, તમાકુ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. હાલમાં આ વિસ્તારમાં ઘઉંનો પાક તૈયાર થઇ લણણી અને કાપણી પણ થઈ ચૂકી હતી, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ સહાયની રજૂઆત થાય તો ખેડૂતોને સહયોગી બની શકાય તેમ છે.