PMની જાહેરાત બાદ CMની અપીલ, રાજ્યમાં પૂરતો પુરવઠો, કોઈ લાઈન ન લગાવે - gujaratinews
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશને 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીની જાહેરાત બાદ અમદાવાદ શહેરમાં જીવન જરૂરિયાતની વસ્તુની દુકાનો અને મોલની બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેને જોઈને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જાહેર જનતાને ખાસ અપીલ કરી હતી કે કોઈપણ નાગરિક ચિંતિત ન થાય. ગુજરાત પાસે પૂરતો પુરવઠો છે. રૂપાણીએ રાજ્ય સરકાર તરફથી નાગરિકોને સ્પષ્ટપણે જણાવાયુ હતું કે, આગામી 21 દિવસના લોકડાઉન દરમ્યાન રાજ્યભરમાં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ, શાકભાજી, ફળફળાદી, દવાઓ, અનાજ કરિયાણું વગેરેની દુકાનો ચાલુ જ રહેવાની છે.